શિકાર : પ્રકરણ 19

(212)
  • 5.2k
  • 10
  • 2.9k

ગર્લ્સ હોસ્ટેલમાં એક ભયાનક હોબાળો મચ્યો હતો. વહેલી સવારે આખી હોસ્ટેલમાં હાહાકાર થઈ ગઈ હતી. હોસ્ટેલના ગૃહમાતા કમ કેર ટેકર મેડમ મિસિસ ચૌહાણે નવરંગપુરા પોલીસ સ્ટેશન ફોન કરીને પોલીસને બોલાવી હતી. નવરંગપુરાના ઇન્ચાર્જ ઇન્સ્પેકટર વિરાજ કાળોત્રા અને સબ ઇન્સ્પેકટર ધીરુ મેવાણી બંને મારતી જીપે આવ્યા ત્યારે બધાના ચહેરા ઉપર દુ:ખના ભાવ થીજેલા હતા. "મેવાણી ત્રીજો માળ ખાલી કરાવ જલ્દી." બધાના ચહેરા ઉપર એક નજર કરીને તરત જ વિરાજે મેવાણીને સુચના આપી. "જી સર." મેવાણીએ કામ હાથે લીધું. બે કોન્સ્ટેબલને ત્રીજા માળની સીડીઓ પાસે ગોઠવ્યા અને કડક સૂચના આપી. "જ્યાં સુધી ફોટોગ્રાફર ન આવે ત્યાં સુધી બોડી આપણે હટાવી શકવાના નથી એટલે