વરસાદ પછી થોડું વાતાવરણ મોજીલું હતું. મયુર આર્યન અને મીરાંની કાગડોળે રાહ જોઈને બેઠો હતો. ત્યાં ડેલી ખખડી , મયુર અધીરાઈથી દરવાજો ખોલવા ગયો અને પગે ઠેસ આવતા પડ્યો.. એટલે અંગુઠાના નખમાંથી લોહી આવવા લાગ્યું . ધીમેથી ઉભો થઈ દરવાજો ખોલ્યો.... ભૂરી દૂધ લઈ આવી હતી. એણે મયુરના પગે વાગેલું જોઈ .. દરવાજો બંધ કરી ઓસરીમાં ખાટલો પાથર્યો અને મયુરને થોડો સહારો આપી ત્યાં બેસાડ્યો... પછી રસોડામાં ગઈ દૂધ મૂકી ફટાફટ હળદર લઈ આવી અને મયુરના પગે લગાડી.. આ કામ એટલું ફટાફટ કર્યું કે મયુર જોતો જ રહી ગયો. " ઓ... ભૂરી