ખીરમાં નાખીએ ખાંડ...

(30)
  • 3.7k
  • 2
  • 968

" હું પરણીને આવી તે'દી આમ ઉઘાડા મોઢે ફરાતું નો'તું ! લાજ કાઢવી પડતી'તી.. લાજ ! અને તમે તો સસરા બેઠા હોય કે જેઠ, પટક પટક બોલવા જ માંડો છો ? જરીક મર્યાદા જેવું તો રાખો..""તમારે છે ને બા..લાજ કાઢવી પડતી હતી ને ? એટલે જ અમે એ લાજ જ કાઢી નાખી ! સાચું કહું બા ? લાજ તો રાખવાની હોય ! કાઢવાની નહીં ! તમે મોટો ઘૂમટો તાણીને પછી તાહણી તાહણીથી (જોર જોરથી- મોટા અવાજે) જે જવાબો તમારા સસરા અને જેઠને વાળતા હતા ને એ સાંભળીને એ લોકો તમે બેઠા હો ત્યાંથી પાછા જ વળી જતા'તા ! તમે તમારા