શિકાર : પ્રકરણ 16

(219)
  • 5.8k
  • 7
  • 3k

વહેલી સવારે ફરી આકાશ કાળા વાદળોથી છવાયું. ભયાનક વરસાદ તૂટી પડયો હતો. મેઘ ગર્જના અને વીજળીના કડાકા ઘરમાં પણ ભયાનક બૉમ્બ વિસ્ફોટ થયો હોય એમ ગુંજતા હતા. ગાડી માટેના પતરાના સેડ ઉપર મોટા છાંટાનો વરસાદ ઝીંકાઈને અવાજ કરતો હતો. આ બધાય અવાજથી નિધિ જાગી ગઈ. ઘડિયાળમાં જોયું તો સવારના છ ઉપર પંદર મિનિટ થઈ હતી. એ તૈયાર થઈ અને ફોયરમાં આવી. આજે છાપાવાળો આવે એની કોઈ શક્યતા હતી જ નહીં. એટલે એની પાસે ચા પીવા સિવાય કોઈ કામ હતું નહીં. ઘડીભર હોલની બારી ખોલીને બહારનું વાતાવરણ જોતા જોતા એણીએ ચા પુરી કરી. બારીની બહાર હજુ અંધારું હતું. એટલે ખાસ કંઈ