આઈ ડોન્ટ નો...!

(42)
  • 2.8k
  • 4
  • 682

ત્યારે હું 16 વરસનો ધનુષ્યની ખેચાયેલી પણછ જેવી જુવાનીના ઉંબરે આવી પહોંચેલો નવયુવાન હતો.નાહી ધોઈને તૈયાર થવું ખૂબ જ ગમતું.અરીસામાં દેખાતા પ્રતિબિંબને જીતેન્દ્ર સાથે કે રાજેશ ખન્ના સાથે તો વળી ક્યારેક ધર્મેન્દ્ર સાથે સરખાવી જોવાની મઝા જ કંઈક ઓર હતી. સાઇકલ લઈને ગામની શેરીઓમાં નીકળી પડતો.થોડા વર્ષો પહેલા સાથે ભણતી અને હવે ઘરકામ કરતી કન્યાઓ પાણી ભરવા સાંકડી શેરીમાં થઈ ગામના પાદરે આવેલા કુવા પર જતી.હું એ બેડાઓની લાઇન ને બસ એ શેરીમાં રોજ સામો મળતો.બધી વારા ફરતી મારી પાસેથી પસાર થતી. કોઈ મારી સાથે જીભાજોડી કરતી , તો કોઈ મને પાણીના ચાબખાથી ભીંજવતી, કોઈ મોં મચકોડતી તો કોઈ ડોળા