ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૫

(96)
  • 4.9k
  • 6
  • 2.8k

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું પાંચમું એક યુવાનનું વધારે પડતો દારૂ પીવાને કારણે મોત થયું હોવાની ખબર આવી ત્યારે ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ. વી. ઠાકોર બીજા એક કેસમાં વ્યસ્ત હતા. પણ જેવી એમને ખબર પડી કે મરનાર કરોડપતિ યુવાન છે ત્યારે એમણે પહેલાં આ કેસ હાથમાં લેવાનું નક્કી કર્યું. તેમને અકસ્માત મોત જેવો આ કેસ ન જાણે કેમ પહેલાંથી જ હત્યાનો લાગી રહ્યો હતો. તેમણે કેસ હાથમાં લઇ લીધો. વિગતો પર નજર નાખી. હેસાન નામનો યુવાન એક બિઝનેસમેન હતો. તેના લગ્ન મનુજા નામની યુવતી સાથે થયા હતા. મનુજાને બે બહેન અને એક ભાઇ છે. બંને બહેનો તેનાથી મોટી છે. માતા-પિતા ન