કુરૂસૈન્યને ભરખી જનાર ‘દિવ્યાસ્ત્ર’!

  • 5.6k
  • 1
  • 1.6k

કુરૂસૈન્યને ભરખી જનાર ‘દિવ્યાસ્ત્ર’! (ભાગ-૧) મહાભારતનું યુદ્ધ ૧૮ દિવસો સુધી ચાલ્યું, જેમાં કંઈકેટલાય દિવ્યાસ્ત્રોનું આહ્વાન કરવામાં આવ્યું. બ્રહ્મદંડ, બ્રહ્મશીર્ષ, બ્રહ્મશીરા, બ્રહ્માસ્ત્ર વિશે આપણે આ કોલમમાં થોડા અઠવાડિયા અગાઉ વિસ્તૃત પરિચય મેળવી ચૂક્યા છીએ. પરંતુ જ્યારે દિવ્યાસ્ત્રની વાત આવે ત્યારે સમગ્ર પૃથ્વીનો સર્વનાશ નોતરી શકે એવા હથિયારોનું લિસ્ટ બહુ લાંબુ થઈ જાય છે! ચક્ર, અગ્નેયાસ્ત્ર, સુદર્શન ચક્ર, ગરૂડાસ્ત્ર, કનુમોદકી, પાશુપશાસ્ત્ર, શિવધનુષ, નારાયણાસ્ત્ર, ત્રિશુલ, વરૂણાસ્ત્ર, વૈષ્ણવાસ્ત્ર અને વાયવ્યાસ્ત્ર સહિત પુષ્કળ દિવ્યાસ્ત્રોનો ઉલ્લેખ પુરાણોમાં થયેલો છે. હાઇ-ટેક્નોલોજીકલ વિમાનો પર સવાર થઈને પરસ્પર યુદ્ધ લડી રહેલા દેવ-દાનવોનાં વર્ણનોમાં અસંખ્ય વખત તમને આવા અસ્ત્ર-શસ્ત્ર વિશે વાંચવા મળશે. એકીઝાટકે આખેઆખા શત્રુસૈન્યનું નિકંદન કાઢતાં દિવ્યાસ્ત્રની ઉર્જા અને