શિકાર : પ્રકરણ 13

(227)
  • 6.1k
  • 8
  • 3.1k

ડાયરીના દસેક પાના વાંચ્યા જેમાં એન્જીએ પરિવાર અને નિધિ વિશે જ લખ્યું હતું. અગિયારમું પાનું એ ફેરવવા જતી હતી ત્યાં જ ડોરબેલ વાગી. ઉપરા ઉપર બેલ વાગતી રહી એટલે ડાયરી મૂકી એ ઉભી થઇ અને રૂમ બહાર નીકળી. ફોયર વટાવીને મુખ્ય દરવાજે આવી. કડી ખોલવા હાથ લંબાવ્યો એટલે એકાએક પેલો વિચિત્ર માણસ યાદ આવ્યો. એ માણસ તો નહિ હોય ને? એ સવાલનો જવાબ તો દરવાજા પાછળ હતો પણ સવાલનો જવાબ મેળવ્યા પછી એનો અર્થ રહેશે કે કેમ એ શી ખાતરી? નહિ કડી નથી ખોલવી. પહેલા સ્ટોપર ખોલીને જોઈ લઉં. ધ્રુજતા હાથે ધોળા દિવસે ભયભીત થયેલી નિધીએ સ્ટોપર ખોલી. દરવાજો થોડોક