નવ વાગ્યે સમીરના ફ્લેટના દરવાજે ટકોરા પડ્યા. સમીરે દરવાજો ખાલી જ વાસ્યો હતો. "કમ ઇન." સમીરે અંદરથી કહ્યું. સરફરાઝ અંદર દાખલ થયો. સમીરની સામેની ખુરશીમાં ગોઠવાયો. સમીરે ખાવાનું તૈયાર રાખ્યું હતું. ટેબલ ઉપર જાત ભાતની વાનગીઓ મૂકી હતી. પ્લેટ્સ સપુન્સ પાણીની બોટલ ગ્લાસ બધું રેડી હતું. પુલાવ, ટોસ્ટ, બટર, અને બીજું કશુંક નોનવેજ પણ હતું. સમીરે ટેબલના બેય છેડે ગોઠવેલી ખુશીઓમાંથી એકમાં બેઠક લીધી અને સરફરાઝને અદબભેર આમંત્રણ આપ્યું. પ્લેટસમાં પુલાવ, એક ડિસમાં ટોસ્ટ લઈને એના ઉપર બટર લગાવી તૈયાર કર્યા. પેલી નોનવેજ આઈટમની પણ પ્લેટો તૈયાર કરી. પછી બંનેએ અલ્લાહ મિયાની બંદગી કરતા હોય એમ આંખો બંધ કરીને ખોલી.