હરેશભાઈ તેમના પત્ની જોડે ચર્ચા શિવમ અને ચેતનભાઈ વિષે ચર્ચા કરી ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા. “ વંદના,મને હવે ખૂબ જ ચિંતા થાય છે.પેલો કોઈ શુભમ નામનો લેખક છે તે મને વારે વારે મળવા માટે ફોન કરે છે.તેને વર્ષો પહેલા ચેતન અને શિવરાજ સાથે થયેલી ઘટના વિષે જાણવું છે.પરેશાન કરીને રાખી દીધો છે મને તો. તેનો ફોન ફરીથી મને આવેલો.મને કહે છે કે છેલ્લી વખત મને મળવા માંગે છે.હું તેને વારે વારે એક જ વાત કહું છું તો પણ.. મને કહે છે કે, “વાત ગુપ્ત જ રહેશે અને તેને તેની વાર્તા