શિકાર : પ્રકરણ 11

(197)
  • 5.7k
  • 6
  • 3.2k

સૂરજ ઉગીને ક્યારનોય આકાશમાં ચડવા લાગ્યો હતો. વડોદરાના રસ્તા બહુમાળી ઇમારતો અને બગીચાઓ ઉપર કિરણો પથરાતા હતા. નિધિ રાવળના ઘરના ઉપરના માળની બારીમાંથી એ જ કિરણો પથારીમાં અને નિધિ ઉપર પડતા હતાં. દસ વાગીને ઉપર બે ત્રણ મિનિટો થઈ ત્યારે નિધીએ આંખ ખોલી. શરીર જકડાઈ ગયું હતું પણ મન થોડુંક હળવું થયું લાગ્યું. પથારીમાંથી ઉભી થઇને તે બારી પાસે જઈ ઉભી રહી. કોલોનીના મેદાનમાં બાળકો રમતા હતા. ઘડીભર નિધિ ત્યાં જ ઉભી રહી. પછી બારી બંધ કરીને સીડીઓ ઉતરી નીચે ગઈ. આંખો હજુ ઘેરાતી હતી. ફ્રીજમાંથી રાત્રે લાવેલું દૂધ લઈ હળવે ગેસે ચા મૂકી. આંગને, ગરમ થતા દુધને, ચા પત્તિના ઘૂંટાતા