ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૪

(98)
  • 5.6k
  • 7
  • 2.8k

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું ચોથું અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ. વી. ઠાકોર મસ્તીમાં બેઠા ચાની મજા માણી રહ્યા હતા. ઇન્સ્પેક્ટર ઠાકોરે ધીરાજીને કહ્યું પણ ખરું કે આજે ચા સરસ બનાવી છે. એટલે ધીરાજીએ બીજી મંગાવી. પણ ઇન્સ્પેક્ટર ઠાકોરને પહેલા જેવો મસ્ત સ્વાદ ના લાગ્યો. ધીરાજી કહે હાથ બદલાય તો પણ આવું થઇ શકે. કે પછી એકાદ મસાલો નાખવાનું ભૂલી ગયો હોય. ઇન્સ્પેક્ટર ઠાકોર ખાલી કપ ટેબલ પર મૂકે છે ત્યાં ફોનની ઘંટડી વાગે છે. ફોન પર થોડી વાત કરીને તેમણે ધીરાજીને કહ્યું:"ચાલો, મોતના સમાચાર આવી ગયા છે. અને આ વળી ચામાં ઝેરથી મોતની ઘટના છે. જઇને જોઇએ ઝેરવાળી ચા કેવી છે!"ધીરાજીને