ના, હું નહીં ભાગું....!

(43)
  • 1.9k
  • 5
  • 703

"Hi"મોબાઈલ સ્ક્રીન પર મેસેજ સ્ટ્રીપમાં એક અજાણ્યો મેસેજ ઝળકયો.અનિતાને થોડો ગુસ્સો આવ્યો. કોણ હશે ? રૂપાળી છોકરીઓના મોબાઈલ નં. લઈને મેસેજથી દિલ જીતવા સર સાંધાન કરતા આવા અલેલટપ્પુઓથી અનિતાને સખત નફરત હતી. રોજ આ અજાણ્યા નં પરથી 'hi' નો હાયકારો આવતો હતો.અનિતા રોજે જ એને ડીલીટ મારી દેતી હતી.પણ એ ચીટકું જવાબ લીધા વગર નહીં છોડે એમ લાગતું હતું. આખરે અનિતાએ એનો બુઠ્ઠી છરી જેવો રીપ્લાય તૈયાર કર્યો.અને બીજા દિવસની વાટ જોઈ રહી. રાત્રે બરાબર દસ વાગીને સાત મિનીટ થઈ. એ મેસેજીયો, સમયનો બડો પાબંદ હોય એવું લાગ્યું. "Hi" મોબાઈલ પરની મેસેજ સ્ટ્રીપ ચમકી ઉઠી.અનિતાએ વોટ્સએપ ખોલીને રીપ્લાય લખવા માંડ્યો.."બોલ ભાઈ...