બે જીવ - 8

  • 2.7k
  • 1
  • 1.1k

બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (8) ઈમોશનલ ઈડિયટ્‌સ ફાઈનલ યર. દરેક મેડીકો માટે ટફ અને મહેનતમાં ગીલે એવો સમયગાળો. પાર્ટ–૧માં ત્રણના વિષયો, છ મહિનાએ માટે પૂરતા હતાં. ડૉ. વૈદ્યે પોતાનું લેકચર શરૂ કર્યું. 'લુક, પ્રિવેન્ટીવ અને સોશ્યલ મેડીસીન ઈઝ વેરી બોરીંગ સબ્જેકટ. ઈટ ડાયરેકટલી રીલેટેડ વીથ ડેટા, બટ યુ મસ્ટ નો એવરીથીંગ બી કોઝ પી.એસ.એમ. ઈઝ વેરી હેલ્પ ફુલ ફોર અવર પ્રેઝન્ટ એન્ડ ફયુચર... ઓહ વી હેવ ટુ લર્ન ઈટ. હર્ષ લેકચર સાંભળતા સાંભળતા જ ઊંઘી ગયો. આમ, પણ એ બે–ચાર દિવસથી ઉદાસ જણાતો હતો. ડૉ. વૈદ્ય શિસ્તપાલનનાં આગ્રહી હતાં. હર્ષને ઊંઘતો જોઈ તાડુકયા. 'લોર્ડ ઓફ ધી લાસ્ટ બેંચ, વેક–અપ,