શિકાર : પ્રકરણ 7

(227)
  • 6.1k
  • 7
  • 3.3k

નવરંગપુરા પોલીસ સ્ટેશન અને સીટી ગોલ્ડ થ્રીયેટર વચ્ચે આશ્રમ રોડ ઉપર આવેલી ગર્લ્સ હોસ્ટેલના સામેના કોમ્પ્લેક્સમાં આગળના ભાગે પાર્લર આગળ પ્રાઈમસ ધમધતો હતો. આગળ નખાયેલી ખુરશીઓમાં જાત ભાતના લોકો બેઠા હતા. કોઈ પિક અપ સ્ટેન્ડ ઉપર કંટાળીને ચા પીવા આવ્યા હતા. કોઈ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી માસુકાના દીદાર માટે આવ્યા હતા. કોઈ કોમ્પ્લેક્સના દુકાનદાર હતા. ગર્લ્સ હોસ્ટેલના ત્રીજા માળના જમણેથી પાંચ નંબરના રૂમની ખુલ્લી બારીમાં મરક મરક મલકાતી એક છોકરી નાઈટ ડ્રેસ પહેરી ખુલ્લા વાળમાં ઉભી હતી. જેની નજર પાર્લર આગળ ખુરશીમાં ચાના ઘૂંટ લેતા એક છોકરા ઉપર હતી. છોકરો પણ માસુકાને જોઈને જાણે ચાની મીઠાશ વધી હોય એમ હોઠ પર