શિકાર : પ્રકરણ 4

(223)
  • 6.8k
  • 13
  • 3.7k

એન.પી. કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ આરસની પ્લેટ જડેલા તોતિંગ ગેટ પાસે અંદરના ભાગે સુંદર બગીચામાં સવારનું આહલાદક વાતાવરણ હતું. જમણી તરફ કરેંણના લાલ પીળા ફૂલો હતા. એની પાસે જ એક ગોળ ફુવારો હતો. ફુવારાની ફરતે કાશ્મીરી ગુલાબ ગોળાકારે વાવેલા હતા. અને એની ચારેય તરફ સ્ટીલની બેન્ચીસ ઉપર કોલેજના વિદ્યાર્થીઓ બેઠા હતા. ડાબી તરફ મહેંદીની વાડ બગીચાના બે ભાગ કરતી હતી. એ તરફ મહેંદીની લીલીછમ વાડની પાસે આસોપાલવ અને તાડ જેવા ઊંચા વૃક્ષો હતા જેથી વાડની પેલી તરફ આ તરફથી કઈ જોઈ શકાય તેમ ન હતું સિવાય કે જ્યાં વાડની હદ પુરી થતી હતી અને જ્યાંથી વાડની પાછળના ભાગે જઇ