નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૮

(52)
  • 7.3k
  • 2
  • 3k

(આગળના ભાગમાં આપણે જોયું કે સંધ્યા મીરાં ની એ હાલત જોઈ ને પરેશાન હોય છે.તે કોઈ પણ રીતે મીરાંની એવી હાલત વિશે અને તેના મામા ના બદલાયેલાં વર્તન વિશે જાણવા માંગે છે.તો હવે જોઈએ આગળ શું થાય છે.) સંધ્યા થોડા વિચારો કરીને સૂઈ જાય છે.સવારે ઉઠી ફટાફટ તૈયાર થઇ તે કોલેજ જવા નીકળે છે.સંધ્યા ને નાસ્તો કર્યા વગર જતી જોઈ ને રુકમણી બેન કહે છે,"સંધ્યા બેટા,નાસ્તો કરીને પછી કોલેજ જાજે."પણ,સંધ્યા તેના મમ્મી ની વાત સાંભળ્યા વગર જ પોતાનું એક્ટિવા લઇને કોલેજ તરફ ઉપડી જાય છે.