પ્રકરણ-23 સ્તુતિએ સ્તવનને એનાં પાપા પ્રણવભાઇ સાથે વાત કરાવી સ્તવને ખૂબ માન અને આત્મીયતા સાથે વાત કરી એ આજે જ બેંગ્લોરથી આવ્યો છે અને ઓફીસે સ્તુતિને મળવા આવેલો અને ઘરે આજે સ્તુતિ સાથે જમવાનું છે વિગેરે કહી રાત્રે આપને અને ઘરના ને મળવા આવું છું એવું આશ્વાસન આપી સ્તુતિને ઘરે લઇ જવાની રજા લઇ લીધી. સ્તુતિ કહે તું એક નંબરનો લૂચ્ચો છે. આવીને મને આશ્ચર્યમાં નાંખી મને તરસને તૃપ્ત કરી અને પાપાને ફોનમાં પટાવી મને ઘરે લઇ જાય છે ખૂબ જબરો. સ્તવને કહ્યું એ તો હોઠથી જ તૃપ્ત કરી છે.. હજી... સ્તુતિ કહે લૂચ્ચાઇઓ ના કરીશ વધારે માંડ