શિકાર : પ્રકરણ 2

(229)
  • 7.4k
  • 11
  • 5.8k

આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયેલા હતા. હૃદયાકાર વડોદરાને ઢાંકતા ગગનમાં ક્યાંક ક્યાંક સફેદ વાદળીઓ પ્રિયતમને મળવા જાણે ઘેલી થઇ હોય તેમ કાળા અડીખમ વાદળોને ચીરીને દોટ મુકતી હતી. પણ મારૂત કુહાડીનો ઘા કરી વાદળોને ચીરીને ધરતીની લ્હાય ઠારે એ પહેલા ડામરના કાળા રસ્તા ઉપર કાળા માથાના માનવીઓ ઉતાવળે હરફર કરતા હતા. ગાડીઓ દોડતી હતી, સાયકલની ઘંટડીનો મીઠો રણકાર રસ્તા ઉપર દોડી જતી હવામાં દુર દુર સુધી જતો હતો. સ્પોર્ટ્સ ક્લબની અંદર અને બહાર ગાડીઓ અને મોઘા બાઈકનો થડકલો થયો હતો. નવી ચકચકિત ઓડી કાર સ્પોર્ટ્સ ક્લબના ગેટ આગળ ઉભી રહી એ સાથે જ દરવાનની નજર ખુલ્લા વાળ, ચહેરા ઉપર કાળા