ચપટી સિંદુર - ભાગ - ૧૪ અંતિમ ભાગ

(44)
  • 3.8k
  • 2
  • 1.5k

(ભાગ-૧૩ માં....રાતના જમી પરવારીને નિકેશ હંમેશની જેમ છત પર ટહેલતો હતો .... અચાનક જ એ જલ્‍દીથી પોતાનો સેલ ફોન કાઢીને કોલ લગાવે છે....)નિકેશનો કોલ જઇ રહ્યો છે.... સામેથી કોલ ઉપડે છે અને એ જ મધુર અવાજમાં .... કોન ?...જી કવિતાજી ... હું નિકેશ બોલી રહ્યો છું. આપ ફ્રી હો તો થોડી વાત કરી શકું ?. નિકેશ સવાલ રૂપે પોતાનું કથન કરે છે.સોરી... હું આપને ઓળખી નહીં.... સામેથી પ્ર‍ત્યુતર આવે છે.જી.... હા સમય થયો એટલે કદાચ આપને યાદ નહીં હોય... આપે જ મને આપનો નંબર આપેલો... મનાલી પાસે બસ એક્સીડન્ટ થયો હતો અને આપે મારી મદદ કરેલી.....ઓહ... હા... જી ... જી.