(આગળના ભાગમાં આપણે જોયું કે સંધ્યા, સુરજ અને મીરાં ત્રણેય અલગ-અલગ વિચારોમાં રાત પસાર કરે છે,હવે જોઈએ આગળ શું થાય છે.) ઘણા વિચારો બાદ થોડી ઉંઘ કરીને સંધ્યા જાગે છે.તેની આંખમાં રાતનો ઉજાગરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.તે ફટાફટ તૈયાર થઇ ને નીચે નાસ્તો કરવા જાય છે.નાસ્તો કરી તે તેની મમ્મી ને કહે છે,"મમ્મી હું કોલેજ જાવ છું." સંધ્યા ના મમ્મી હસતાં હસતાં કિચનમાંથી આવે છે,ને સંધ્યા ને કહે છે,"રાતે સરખી સૂતી નથી કે શું?"