ખેલ : પ્રકરણ 31

(226)
  • 5.7k
  • 7
  • 3k

સાંજે આદિત્યનો ફોન આવ્યો ત્યાં સુધી અર્જુન હોશમાં આવ્યો નહી. શ્રી એક સેકંડ પણ તેનાથી દુર ખસી નહોતી. સાંજે સાત વાગ્યે ટ્રીસ આખરે રૂમ બહાર ગઈ અને આદિત્યને ફોન કર્યો. “સર અર્જુનને આજે રાત સુધી હોશ આવે અને એ કાઈ બોલે તેવું લાગતું નથી.” “શીટ! ઠીક છે અમે અહી કઈક બીજી ગોઠવણ કરીએ તું અને બાકીના લોકો શ્રી અને અર્જુનનું ધ્યાન રાખજો.” “ઓકે સર.” ટ્રીસે ફોન મુક્યો અને બહારની ચેરમાં જઈને ગોઠવાઈ. * શ્રીની આંખમાંથી આંસુ પડવાની તૈયારી હતી. તે હોશમાં આવતો નહોતો. શ્રીથી હવે સહન થાય તેમ ન હતું. તે ઉભી થઇ અને અર્જુન પાસે ગઈ. તેના કપાળ ઉપર