હું કાબરી નહિ, નિમીષા છું - કાળું હોવું શાપ કે અભિશાપ

(57)
  • 2.6k
  • 4
  • 679

"હું કાબરી નહિ, નિમીષા છું"લે. નીરવ પટેલ "શ્યામ""કરસનભાઇ ઘરે દીકરીનો જન્મ થયો. તેના જન્મ પહેલા સૌના ચહેરા ઉપર ખુશી હતી, સૌને તો એમ હતું કે દીકરો આવશે. જો કે કરસનભાઇના પરિવારમાં કોઈ દીકરી વિરોધી તો હતું જ નહિ પરંતુ દીકરાની આશા કોને ના હોય? જે પણ બાળક જન્મે તેને સ્વીકારી લેવાનું જ કરસનભાઈ અને તેમની પત્ની મંજૂલાએ નક્કી કર્યું હતું. મંજૂલા અને કરસન બંને દેખાવડા એટલે સૌ એમ પણ વાતો કરતા કે આવનાર બાળક પણ રૂપરૂપનો અંબાર જ અવતરશે! પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે કાળી દેખાતી દીકરીનો જન્મ થયો. નર્સે જયારે કરસનભાઇના હાથમાં દીકરી સોંપી ત્યારે જ તેઓ તો બોલી ઉઠ્યા: