વાત ૧૯૪૨ ની છે. “કિસ્મત” હજૂ રીલીઝ થવાને એક વર્ષ ની વાર હતી. ફ્રન્ટીયર મેલમાં અશોક કુમાર લીલા ચીટનીસ સાથે લાહોર પહોંચવાના હતા ત્યારે રેલ્વે સ્ટેશને ભીડને કાબુમાં લેવા માટે પોલીસને હળવો લાઠી ચાર્જ કરવો પડયો હતો. તેમ છતાં આવનાર દરેક સ્ટેશને ભીડ વધતી જ જતી હતી. આખરે લાહોર પછીના બદામીબાગ સ્ટેશને જે ડબ્બામાં અશોકકુમાર મુસાફરી કરતા હતા તેને છૂટો કરવો પડયો હતો.