ઇન્સ્પેકટર મનુંએ મી. અદિત્યના કહેવા મુજબ પ્લાનિંગ કરી લીધું હતું. મનું જાણતો હતો કે એનો પીછો થાય છે. પોતે ક્યાં જાય છે શું કરે છે એ બધું બલભદ્રના માણસો નજરમાં રાખતા હતા. જ્યારથી શ્રીને ભગાડી હતી ત્યારથી મનુનો પીછો થતો હતો. તેને હવે બસ બલભદ્રના માણસોને વિશ્વાસમાં લેવાના હતા. સ્ટેશનથી નીકળી મનું જીપમાં બેઠો અને રોજની જેમ આજુ બાજુ નજર કર્યા વગર જ હોટેલ એસેન્ટ તરફ રવાના થઈ ગયો. રિયર વ્યુ મિરરમાં નજર કરી જોયું તો એનો પીછો કરનાર માણસોની એક રેડ ગાડી એની પાછળ આવતી હતી. તેણે બંને માણસોને જોયા હતા. પૃથ્વીએ કહ્યા મુજબ સ્ટેશન પર હુમલો થયો ત્યારે એક