રઘુનું અંતર દ્વંદ્વ

(21)
  • 2.7k
  • 3
  • 682

' રઘુનું અંતર દ્વંદ્વ ' રઘુ આજે રઘવાયો થયો હતો ધૂળ ના ઢેફાથી રમ્યા કરતો હતો મજૂરી કરતા કરતા થોડો પોરો ખાતા ધૂળના ઢેફા ઉપર જ બેસી ગયો .એનું પૂરું ધ્યાન વારંવાર સંતોક તરફ જતું હતું . પોતાના ખાસ ભાઈબંધ વનરાજને આપેલું વચન એને વારંવાર સતાવી રહ્યું હતું . વનરાજ અને રઘુ એટલે બાળપણના જીગરજાન દોસ્ત . રઘુ , વનરાજ ,સંતોક અને બીજા કેટલાય એમના સાથી મજૂરોના ખોરડા આજુબાજુમાં જ હતા . એક મોટી દસ માળની બિલ્ડીંગ બની રહી હતી .એમાં આ બધો મજૂર વર્ગ એકસાથે કામેં જતા .રઘુને એના બાપદાદાની મિલ્કત હતી . પણ રઘુને તો એની જાત મહેનત વાલી હતી