ચોકો ટ્રફલ- ખુશીનો ખજાનો...!

(18)
  • 7.5k
  • 3
  • 2.9k

"ચોકો ટ્રફલ- ખુશીનો ખજાનો...! " "કામમાં ચીવટ ના આવે તો કામ છોડી દે ભાઈ, આખી કેકની ડિઝાઇન બરબાદ કરી નાખી..!" કેકશોપનો માલિક ત્યાં કામ કરતા એક કામદાર પર ખિજાતા કહ્યું. 'એક "ચોકો ટ્રફલ" પેક કરી દેજેને ભઈલા, થોડુંક અર્જન્ટ છે...!' આઈ ફોન માં whatsapp ના કોઈક ગ્રુપ પર ચાલતી ચેટને વાંચીને હસતા હસતા રિશિતે દુકાનદારની સામે નજર સુદ્ધાં નાખ્યા વિના કહ્યું. સાંજ નો સમય હતો, છ વાગ્યા હતા, શિયાળાની ઠંડીની લહેર. કેક શોપની બહાર નીકળતાં જ આવતી એક ફૂટપાથ, તેના પર એક ચાની કીટલી. ચા ગરમ થતાં હવામાં ફેલાયેલી એની જાદુઈ મહેક. અને કીટલીને અડીને બેઠેલો બૂટપોલીસ કરવાવાળો એક છોકરો..