ખેલ : પ્રકરણ-24

(223)
  • 4.9k
  • 11
  • 2.8k

પૃથ્વી, શ્રી અને રુદ્રસિંહ એજન્ટ-એની રાહ જોતા એક ફોયરમાં બેઠા હતા. લગભગ એકાદ કલાક રાહ જોયા પછી રુદ્રસિંહે અકળાઈને પૂછ્યું, "પૃથ્વી આ બધું શુ છે? આ બધા એજન્ટ કોણ છે અને આ જગ્યા?" પૃથ્વીએ એમની સામે જોઇને સ્મિત વેર્યું. રુદ્રસિહને એજન્ટ જોઇને ખ્યાલ આવવો જોઈએ કે આ બધું આદિત્યનું કામ હશે પણ જે વ્યક્તિને પોતાની આંખ સામે વિસ્ફોટમાં મરતા જોયો હોય તે માણસ વર્ષો પછી ભૂતની જેમ સામે આવે તેવી કલ્પના પણ કોણ કરી શકે? "અંકલ કહ્યુંને સરપ્રાઈઝ છે, કિપ કવાઈટ, વેઇટ એન્ડ વોચ." "પણ આ અન્ડરગ્રાઉન્ડ સેફ હાઉસ છે કોનું? ફાર્મ હાઉસ ઉપર આ બધું ચાલે છે અને કોઈને