તમે તમે છો

  • 6.7k
  • 2
  • 2k

#તમે_તમે_છો#વાસ્તવિક_રહો#Be_Original_world_copy_youમારો આ સ્વભાવ છે હું જેવી ફેસબુકમાં છું એવી જ ફેસ ટુ ફેસ છું. ઘણાં ને એટલે જ હું ગમતી નથી તો ઘણાંને એટલે જ હું પસંદ છું. હું અલગ નથી હું વાસ્તવિક છું. કોઈ પણ સોશ્યલ મીડિયામાં ક્યારેય બંધન બાંધીને મારી જાતને રજૂ કરી નથી કદાચ લોકો માટે હું બહુ જ આખાબોલી હોઈશ પણ એ જ હું લોકોની સામે પણ છું. મને ક્યારેય ચાવવાના જુદા દેખાડવાના જુદા દાંત બનતા આવડ્યું જ નથી. કદાચ એટલે જ મારે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો વાહ વાહ કે હા જિ હા કરતાં આવડતું હોત તો કદાચ મારું જીવન પણ સરળ હોત