આગળની રાત્રે મોડા સુધી મનુ વિચારોમાં હતો. પૃથ્વી અને રુદ્રસીહ બંને શ્રીને લઈને એજન્ટ પાસે ગયા હતા. કેટલે પહોંચ્યા વચ્ચે કોઈ આફત આવી હશે કે કેમ એ પણ જાણી શકાય એમ નહોતું કારણ કે એ લોકો પાસે કોઈ ફોન હતો નહિ. બીજા દિવસે સવારનું એલાર્મ વાગતું હતું. સ્ટેશન ઉપર સૂર્યના કિરણો ફરી વળ્યાં હતા. ઠંડીનો ચમકારો હજુ હતો. સ્ટેશનમાં ઇન્સ્પેકટર રૂમમાં સોફા ઉપર મનું ઊંઘયો હતો. મોબાઈલમાં મૂકેલું એલાર્મ એના કાનમાં ગુંજી ઉઠ્યું ત્યારે સફાળો એ જાગ્યો. આળસ મરડી ઉભો થઈ ગયો. કોન્સ્ટેબલને ચા લેવા મોકલી ઝડપથી તૈયાર થઈ ગયો. કોન્સ્ટેબલ થોડીવારમાં ચા લઈ આવ્યો. મનુએ પૃથ્વી અને રુદ્રસિહ પહોંચ્યા કે