અંગત ડાયરી - હમારી અધૂરી કહાની

  • 6.7k
  • 1
  • 2.2k

અંગત ડાયરી============શીર્ષક : હમારી અધૂરી કહાનીલેખક : કમલેશ જોશીઓલ ઈઝ વેલ“ત્યારે હું અગિયારમું ભણતો. સાયકલ લઇને હું અને મારો મિત્ર સંજીવ, સંજીવની સાયકલમાં ડબલ સવારી કરી સ્કૂલે જતા ત્યારે એ રસ્તાના એક બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતી એની એક બહેનપણી સાથે ઉભી રહેતી. એક દિવસ સંજીવ નહોતો આવવાનો એટલે હું બસમાં સ્કૂલે જઈ રહ્યો હતો. પેલું બસ સ્ટોપ આવ્યું. એ અને એની બહેનપણી બસમાં ચઢ્યા. એ દિવસે પહેલી વખત મેં એની આંખો ધ્યાનથી જોઈ. હું જોતો જ રહી ગયો.. ‘એની બોલકી આંખો’. પણ પછી મને ગિલ્ટી ફિલ થઇ. હું સજ્જન છોકરો હતો. મારાથી આમ કોઈ છોકરી સામે ન જોવાય.