ટુથ બિહાઇન્ડ લવ - 13

(110)
  • 5.6k
  • 9
  • 3.3k

ટુથ બિહાઇન્ડ લવ પ્રકરણ -13 સ્તુતિ-શ્રૃતિ અને અનાર નીલમનાં ઘરે પહોંચી ગયેલાં નીલમને ઘસઘસાટ ઊંઘી રહેલી. એની મંમી સાથે ઘણો બધો સંવાદ થયો અને એની મંમીએ બધી હૈયાવરાળ કાઢેલી. નીલમની મંમી ચૂસ્ત પુષ્ટીમાર્ગીય ધર્મ પાળતાં હતાં અને એમનાં લગ્ન મહારાષ્ટ્રીન બ્રાહ્મણ એવાં શિવાજીરાવ સાથે થયેલાં. તેનો કોઇ કાપડની કંપનીમાં કામ કરતાં હતાં. અને ત્યાંજ એમની ઓફીસની કોઇ કર્મચારી સાથે સંબંધ થઇ ગયો. અહીં હું છોકરાં જણવામાંથી ઊંચી ના આવી અને એ બહારનાં સંબંધોમાં. પગારનાં પૈસા ઊડાવતાં અને ઘરમાં ખાવાનાં ધાંધીયા થતાં. મારું તો આખુ જીવતર દુઃખમાં ગયું. મેં ઘરમાં બેસીને પાપડ-સેવ મરીયા બનાવી વેચવા માંડ્યા. મોટી