ટ્રુથ બિહાઇન્ડ લવ - 11

(106)
  • 5.4k
  • 9
  • 3.5k

પ્રકરણ-11 ટ્રુથ બિહાઇન્ડ લવ સ્તુતિ-શ્રૃતિ અને અનાર વીડીયો જોવામાં મશગૂલ હતાં પુરો જોયો પછી ખૂબ ગુસ્સો આવી રહેલો. સ્તુતિએ કહ્યું અનાર હમણાં તારી લાગણી અને ગુસ્સા પર કાબૂ રાખ કાલે તમે લોકો શાંતિથી તપાસ કરજો અને ત્યાંજ માંની એન્ટ્રી થઇ એણે કહ્યું અરે છોકરીઓ હું ક્યારની ઘરમાં આવી ગઇ તમને ખબર જ ના પડી. સ્તુતિ એકદમ ચોંકી અને બોલી "અરે માં તુ કેવી રીતે આવી દરવાજો તો બંધ છે. માં એ કહ્યું "દરવાજો નહીં જાળી જ બંધ હતી એ પણ લોક નહીં.. તમે લોકો એમ જોયા વિના બંધ કર્યા વિના જ કેમ બેઠા છો ? આવું નહીં કરવાનું