છેલ્લા અઠવાડિયાની એન્ટ્રી જોતા દસેક જેટલા નામ મળ્યા. સલીમ ખાન, જાવેદ મેમણ, નુસરત, ભાનું પ્રતાપ, બહાદુર ભરવાડ, ટીનું દ્વિવેદી, નતાશા, રામપ્રસાદ અને લલિત પટેલ. "એમાંથી કોણ હોઈ શકે મનું?" બધા નામ જોઈ લીધા પછી પૃથ્વીએ પૂછ્યું અને ઉભા થઈને પાણીની બોટલ લઈ આવ્યો. બે ગ્લાસ ભર્યા એક મનુને આપ્યો. "આ બધાને કયા ગુનામાં અહીં લાવ્યા છે?" મનુએ પૃથ્વીને એ જ સવાલ કર્યો કારણ બધાને એરેસ્ટ કરનાર પૃથ્વી હતો. "સલીમ ખાન, જાવેદ મેમણ, નુસરત અને ભાનું પ્રતાપ દારૂનો વેપાર કરતા હતા." પૃથ્વીએ વિગત આપવાનું શરૂ કર્યું. "મોટા પાયે?" "ના મોટા પાયે નહિ પણ મહિને બે એક લાખનું ટર્ન ઓવર ખરું." "ના