ખેલ : પ્રકરણ-18

(208)
  • 5.7k
  • 10
  • 3k

શ્રીને કસ્ટડીમાં 15-20 કલાક થઈ ગયા હતા. તે હજુ સુધી એમ જ શૂન્ય મનસ્ક જેલના સળીયાઓને અને નાનકડી બારીને જોઈ રહી હતી. પહેલીવાર જેલમાં હતી છતાં એના ઉપર લોખંડના સળિયા કે સુની ભીંતોની કોઈ અસર થતી નહોતી. ક્યારે આ જેલમાંથી મુક્તિ મળશે ક્યારે બહારની હવા લેવા મળશે એવો કોઈ પ્રશ્ન એના મનમાં જાણે થતો જ ન હોય એમ એ દીવાલને ટેકે સળિયા ઉપર નજર રાખી બેઠી હતી. કોઈ વ્યક્તિ અવાર નવાર જેલની હવા ખાવા ટેવાયેલ હોય તો એના ચહેરા પર પણ જેલમાં હોવાનો વિષાદ હોય તે શ્રીના ચહેરા પર ન હતો. બસ તે એકીટશે સળીયાઓને જોઈ કઈક ઊંડા વિચારોમાં ખોવાયેલ હતી.