સપના અળવીતરાં - ૫૧

(45)
  • 2.7k
  • 5
  • 961

"હા, તો મિ. વિશાલ, પછી શું થયું? "ઇં. પટેલે પૂછતાં વિશાલ યાદ કરીને ઝીણામાં ઝીણી વિગતો કહેવા માંડ્યો. "માથા પર વારંવારના પ્રહારને કારણે હું બેહોશ થઈ ગયો હતો. જ્યારે હોંશમાં આવ્યો ત્યારે અંધારું ઘણું થઇ ગયુ હતું. કશું સ્પષ્ટ દેખાતું નહોતું. છેક ઉપર છત પાસે એક નાનકડી બારી હતી, તેમાંથી આછો પ્રકાશ આવતો હતો. ધીરે ધીરે આંખ ટેવાઇ ગઇ અને ઝાંખું ઝાંખું દેખાયુ. એક મોટો રૂમ હતો, આખો કબાડીથી ભરેલો... છત પાસે બારી જોઈ એટલે વિચાર્યુ કે આ ભોંયરું જ હોવું જોઈએ. પણ રૂમમાં મારી સિવાય બીજું કોઈ જ નહોતુ. વરૂણ પણ નહી અને કીડનેપર પણ નહી. મારા હાથપગ મુશ્કેટાટ બાંધેલા