શિવમ ચેતનભાઈની ઓફિસમાં બેઠો હતો. તેની સામે તેના પપ્પા ચેતનભાઈ બેઠા હતા.ચેતનભાઈ હવે શિવમને કોઈ વાત કહેવા જઈ રહ્યા હતા જે માટે તેણે તેની નોકરી છોડવી જોશે આવું તેના પપ્પા દ્વારા કહેવામા આવ્યું હતું. કઈ વાત હશે જેથી આમ પપ્પા અચાનક નોકરી હમેશા માટે છોડી દેવા માટે પપ્પા આટલું દબાણ કરતાં હતા? શિવમ મનોમન વિચારી રહ્યો. બંને પક્ષે થોડીવાર મૌન છવાય ગયું.થોડીવાર પછી ચેતનભાઈએ ચુપકીદી તોડતા કહ્યું. “જો શિવમ સીધી વાત કરીશ તને દબાણ નથી કરતો.હું પિતા તરીકે તારા માટે અત્યારે વિચાર કરી રહ્યો છું.મને સમજવાની કોશિશ કરજે.