ખેલ : પ્રકરણ-11

(195)
  • 6.5k
  • 7
  • 3.4k

રજની ઘડીક બે ડગલા આગળ અને ઘડીક બે ડગલા પાછળ ખસ્યો. તેને સમજાયું નહિ કે માત્ર એક બે મિનીટમાં કોઈ પૈસાના બંડલ ભરેલી ગાડી કઈ રીતે તફડાવી શકે. ધુવા પુવા થયેલો રજની દેસાઈ ગન હાથમાં લઈને શ્રીના ઘર તરફ ફર્યો. આ છોકરીના ચક્કરમાં બધું થયું છે, બલભદ્ર નાયક મને છોડશે નહિ. હું ક્યાં એના ચક્કરમાં પડ્યો? પોતાની જાત ઉપર ખિજાતો રજની ભયાનક રીતે દાંત પીસતો મોટા ડગલાં ભરતો ગાળો દેતો શ્રીના દરવાજે પહોંચ્યો. અંદર જતા જ ગન તાકીને એને ગાળો ભાંડવાનું મન થયેલું પણ દરવાજામાં દાખલ થયો ત્યાં શ્રી દરવાજા જોડે પડી હતી. રજનીને જોતા જ એ બોલી ઉઠી, "શુ