ખેલ : પ્રકરણ-7

(176)
  • 4.9k
  • 6
  • 3k

'ગુલશન' હોટેલના સાઇનિંગ બોર્ડની લાઈટો હજુ ડીમ હતી. સાંજના સાત વાગ્યે હજુ સૂરજના કિરણો અંધારાને ધક્કો મારવા મથતા હતા. ઠંડીએ ધીમે ધીમે જોર પકડ્યું હતું. સાંજના સમયે હોટેલમાં આવનારા લોકોની સંખ્યામાં વધારો થયો હતો છતાં હજુ ઘણા ટેબલ ખાલી હતા કેમ કે ગુલશન કોઈ નાની હોટેલ નહોતી. શ્રી હોટેલમાં દાખલ થઇ, ચારે તરફ એક નજર ફેરવી. બેઠેલા લોકોમાં મોટા ભાગના હાઈ પ્રોફાઈલ માણસો દેખાયા. કોઈ પરિચિત હોય એવું લાગ્યું નહિ, છતાં તેને ખૂણા તરફના ખાલી ટેબલ ગમ્યા. ધીમેથી એ ખુણામાંના ખાલી ટેબલ તરફ જઇ છેડા ઉપરના એક ટેબલ ઉપર ગોઠવાઈ. તેણીએ કાંડા ઘડિયાળમાં નજર કરી જોયું તો હજુ સાત વાગ્યા હતા,