ટ્રુથ બિહાઇન્ડ લવ - 4

(120)
  • 7.6k
  • 7
  • 4.6k

પ્રકરણ - 4 સ્તવન કહે "અરે....અરે.. સાંભળતો ખરી... અને સ્તુતીએ ફોન બંધ કરીને શ્રૃતિ બૂમ પાડી રહી હતી ત્યાં ગઇ.. શ્રૃતિએ કહ્યું મેડમ તમે ફોનમાં હતાં ને તો વાત પૂરી કરવી જોઇએ ને.... કંઇ નહીં જો એક સર્ચમાં જાણવા મળ્યું છે કે ડીજીટલ માર્કેટીંગ અને ડીજીટલ કોર્ષની બોલબાલા છે દરેક જગ્યાએ હવે ડીજીટલ કામ થઇ રહ્યાં છે કોઇને ક્યાં જવું નથી કંઇક કરવું નથી બસ ડીજીટલીજ બધાં સોલ્યુશન જોઇએ છે. સમય અને પૈસા બધાની બચત ઘરે બેઠાં જ બધી માહિતી અને કામ એવરીથીંગ ઇન ડીજીટલ. હવે તો સરકાર પણ ડીજીટલ થઇ રહી છે ડીજીટલ ઇન્ડીયા આખું મુહીમ ચાલે છે