'દિ... ' તમન્ના દોડી આવી હતી. પૂરા ચૌદ દિવસ પછી હોસ્પિટલથી આવેલી આરઝૂ ઘરમાં પ્રવેશતાં જ ફસડાઈ પડેલી. તમન્નાને ઘરે ડોક્ટરને બોલાવવા પડ્યા હતા, કેમ કે આરઝૂ બેહોશ થઇ ગઈ હતી. તમન્નાએ માનેલું કે પૂરા ચૌદ દિવસ અવિરત આરામ કર્યા વગર અમેયની સુશ્રુષામાં રહેલી આરઝૂ હદ બહારના થાકથી બેહોશ થઇ ગઈ છે.