ખેલ : પ્રકરણ-5

(189)
  • 6.1k
  • 7
  • 3.5k

સોમવારની સવારે શ્રી વહેલી ઓફિસે પહોંચી ગઈ હોત. વહેલી પહોચી ગઈ હોત એનું કારણ એ હતું કે પોતે હોસ્ટેલ છોડીને નજીકમાં જ એક રુમ રાખી લીધી હતી. રૂમ મેળવવામાં એને ખાસ કોઈ તકલીફ નહોતી પડી. આમ તો શહેરોમાં આસાનીથી ઘર ભાડે નથી મળતા પેલી કહેવત છે ને કે મુંબઈમાં રોટલો આપનાર મળી રહે છે પણ ઓટલો આપનાર નથી મળતું પણ હોસ્ટેલના દીદી એ જ વિસ્તારમાં રહેતા હતા એટલે એમની ઓળખાણને લીધે હંસરાજ મેહતાની ખાલી ઓરડી તેને મળી રહી. પણ એ દિવસે એને મોડું પહોચવું સમય આધીન હોય તેમ તેના રસ્તામાં આંદોલન કારીઓની ભીડ એને નડી હતી. હજારો ગુસ્સાથી ભરાયેલા રોષ ઠાલવવા