ખેલ : પ્રકરણ-4

(191)
  • 6.5k
  • 2
  • 3.3k

અર્જુન ચહેરા ઉપર સ્મિત રેલાવી ચાલ્યો જતો હતો. એને પોતાને જ જાણે સમજાઈ નહોતું રહ્યું કે એ કેમ હસી રહ્યો હતો હા કદાચ એ રડી રહ્યો હોય ત્યારે કોઈએ એને પૂછ્યું હોય કે કેમ રડે છે? તો એનો એક જ જવાબ હોય અને એની જાણ અર્જુનને બરાબર રહેતી. પણ હસવા માટેનું કારણ શોધવા એને ફાફા મારવા પડે તેમ હતું. ખાસ્સું ચાલી લીધા પછી લોહી ગરમ થયું, ઠંડી ઓછી લાગવા લાગી એટલે સ્વેટર ઉતારી હાથમાં લઈ લીધું. પુરા સાતસો રૂપિયા આપી તિબેટીયન રેફ્યુજી લોકો ગરમ કપડા વેચવા આવે એમની પાસેથી લીધું હતું એટલે એ સ્વેટરને એક કોટ જેટલું માન આપવામાં કોઈ