શતરંજના મોહરા - 1

(59)
  • 5.3k
  • 6
  • 2.7k

જન્માક્ષર જોઈ લગ્ન મેળાપક માટે કુંડળીઓ મેળવી રહેલા જ્યોતિષે કહ્યું, ' મારું માનો તો બેન, આ લગ્ન રોકી લો. તમારી મોટી દીકરી આરઝૂ અને આ મુરતિયાના ગ્રહો બિલકુલ નથી મળતાં. ' બિચારી આરઝૂની માતાનો ચહેરો વિલાઈ ગયો. આરઝૂનાં ચહેરા પર ફીક્કુ સ્મિત આવી ગયું. અને તમન્ના... ? એ ધગધગ થઇ ઉઠેલી. ' ઉઠ મમ્મી, આ જોશી મહારાજ પાસે બે - બે વાર જોવડાવીને નક્કી કરેલાં લગ્ન મોકૂફ રહ્યાં છે. હવે એ કહે છે કે આ લગ્ન મોકૂફ રાખો. તો ચોક્કસ હવે હું આ લગ્ન કરાવીને જ રહીશ. જોઉં છું કે આ વખતે એમનો રાહુ - કેતુ કે શનિ શું કરી લ્યે