અભ્યર્ચન

  • 3k
  • 2
  • 859

દિલ જ્યારે પોતાની વાત કહેવા બેસે છે ત્યારે કવિતા તેની મદદે આવે છે, કલમ થકી એ વાતો શબ્દ રૂપે કાગળ પર ઉતરે છે. ભાવક જ્યારે આ શબ્દો સાથે જોડાય છે ત્યારે એક નવું જ ભાવ વિશ્વ આકાર પામે છે અને ભાવક આ વિશ્વમાં એક અલૌકિકતાનો અનુભવ કરે છે. એક આવા જ અનુભવની આશાએ મારી આ રચનાઓ આપની સમક્ષ રજુ કરું છું, આપ સૌને જરૂર પસંદ પડશે....લાખના મકાન લાખના છે મકાન આજે પણ, છે વિદુર સાવધાન આજે પણ. જીવને પિંજરું ગમે છે બહુ, મોત છે દરમિયાન આજે પણ. જો ઉગે છે કમળ કીચડમાંથી, કોણ છે મહેરબાન આજે પણ !