સપના અળવીતરાં - ૪૯

(42)
  • 2.8k
  • 6
  • 1.1k

આમ જુઓ તો રાગિણી સૂઈ ગઈ હતી, પણ તેનુ શરીર હજુ પણ ખેંચાયેલુ હતુ. તેના ચહેરા પર એકસાથે અનેક ભાવ ની અવરજવર ચાલુ હતી. ઘડીકમાં એનો ચહેરો એકદમ ખેંચાઇ જતો તો ઘડીકમાં હોઠ એકદમ બીડાઇ જતા. રાગિણી ના માથાને પોતાના ખભા પર ટેકવીને એ હાથ કેયૂરે રાગિણી ની ગરદનની પાછળ થી તેના બીજા ખભે રાખ્યો હતો. રાગિણી નો હાથ કેયૂર ના પગ પર હતો. થોડી થોડી વારે એ હાથની મુઠ્ઠી ભીંસાઇ જતી હતી. એક બે વાર તો રાગિણી ના લાંબા નખ પેન્ટના કપડાને પાર કરી કેયૂર ના સાથળ સુધી પણ પહોંચી ગયા! કેયૂરે હળવેથી રાગિણી ની હથેળી નીચે પોતાની હથેળી