શબ્દ શ્રુગાલ

  • 4.3k
  • 1.1k

(1)દર્દના થિંગડા લગાવેલ કફન નથી જોઈતું,આંસુનું સિંચન કરેલું ચમન નથી જોઈતું.લેવી પડે છે જ્યાં પરવાનગી ઉડવાની મારે,ભલે અનંત હોઈ છતાં ગગન નથી જોઈતું.દિલાસા આપે છે જે એ જ હાંસી ઉડાવે,મિત્ર ઓઠે શત્રુનું પહેરેલ વદન નથી જોઈતું.ભલેને દિવસો મારા જાય આમ ગરીબીમાં,નિર્દોષના રક્તથી રંગાયેલું ધન નથી જોઈતું.મનોજ ચીંસો પણ રૂંધાય જાય છે એ સ્થળે,હોઈ સાહેબી, પિંજરાનું બંધન નથી જોઈતું.(2)ભટકી ગયેલા દિલ ને ઓર ભટકાવું ના,પ્યાસા છીએ, અધરો બતાવી તરસાવું ના.કરવું હોય તો કરી લે કત્લ મારુ એક સાથે,ધીરે ધીરે વિયોગના ડંખ આપી તડપાવું ના.દુનિયાને જાલિમ મળ્યો કે દુનિયા જાલિમ?જીવતો છું હજુ દેહમાં આમ સળગાવું ના.ઉડીને થાક્યા કે પાંખો વીંધાય ગઈ તમારી,"મનોજ"