હું મારી ખાસ દોસ્ત જાનવી સાથે વ્હોટ્સએપ પર ચેટ કરતો હતો ને ત્યાં જ ઉપર એક ફેસબુકની નોટિફિકેશન આવી મેં નોટિફિકેશન જોઈ તો એ કોઈ અજાણી છોકરીની ફ્રેન્ડ રિકવેસ્ટ હતી.. નામ હતું તારી ચાહત.. તમને લાગતું હશે કે આવું અજીબ નામ..! શુ કરીએ આજકાલની ફેશન છે.. કોણ પોતાના ઓરીજનલ નામે ફેસબુક આઈડી બનાવે છે.. એન્જલ પ્રિયા, પાપા કી પરી, રોમિયો રાજકોટનો, ક્યુટિપાઈ, આશિક તેરા.. જેવા ઘણા ઉપનામે આજકાલ ઘણીબધી રિકવેસ્ટો આવતી રહે છે.. એમાંય અમુક ફેક આઈડી નીકળે.. ઘણીવખત આપણે જેને પાપા કી પરી સમજતા હોઈએ એ હકીકતમાં પાપા કા પરા હોય.. પ્રોફાઈલ પિક્ચર હતી સિન્દ્રેલાની, પહેલા તો લાગ્યું કે આ