સાંજનો સમય હતો. પાછાં ફરી રહેલા જયમીન ની આંખોમાં થોડો થાક વરતાઈ રહ્યો હતો. કયાંક કશુંક ખૂંટતુ હોઈ એવો આભાસ થઈ રહ્યો હતો. ચાલતાં પગ હતાં પણ થાક જાણે એની આંખોમાં દેખાઈ રહ્યો હતો. ખબર નહીં કેમ પણ હંમેશા હસતો ફરતો જયમીન આજે સુમસામ ચાલી રહ્યો હતો. થોડો સમય આમ ચાલતો રહ્યો અને એક જગ્યા પર આવીને અચાનક જ એના પગ જાણે થંભી ગયા...એ જગ્યા પરિચીત હોય એવું લાગ્યુંઅને હાં એ જગ્યા પરિચીત હતીહાં આ એ જ જગ્યા હતી જયાં જયમીન અને ચાર્મી પહેલી વાર મળેલાં અને એક એવી કહાની ની શરૂઆત થયેલી જે જયમીન ના જીવનમાં એક નવો જ વળાંક