ક્યારેક તો મળીશું - ભાગ ૮

(75)
  • 4.2k
  • 8
  • 2.3k

બીજા દિવસે ઓફિસમાં મૌસમ અને મલ્હાર કામમાં વ્યસ્ત હોય છે. દરવાજો ખુલવાનો અવાજ આવે છે. મલ્હાર:- "પ્રથમ Hi...તું ક્યારે આવ્યો અમેરિકાથી?"પ્રથમ:- "Hi મલ્હાર...શું ચાલે છે? હું ગઈકાલે રાતે જ આવ્યો. બધા સુતા હતા એટલે કોઈને ડિસ્ટર્બ ન કર્યા. સવારે બધાને મળ્યો. તું બહુ વહેલાં ઑફિસ આવી ગયો હતો એટલે તને ન મળાયું. એટલે ઑફિસે આવી ગયો."મૌસમ તરફ જોઈ પ્રથમે કહ્યું "ઑહ Hi મૌસમ..."મૌસમ:- "Hi પ્રથમ અને હા ગઈકાલે હું તમને સરખી રીતે thanks પણ કહી ન શકી. કાલ માટે Thank you..."પ્રથમ:- "ઑહ ...It's ok મૌસમ..."મલ્હાર:- "ઑહ તો તમે બંન્ને એકબીજાને પહેલેથી ઓળખો છો."પ્રથમ:- "હા બસ એક નાનકડી મુલાકાત થઈ